કચ્છના મુંદ્રા પોર્ટના વેરહાઉસમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સોપારી સ્મગલિંગના વધુ એક ષડયંત્રનો ડીઆરઆઈની ટીમે પર્દાફાશ કર્યો છે. મુંદ્રા પોર્ટના વેરહાઉસમાંથી ડીઆરઆઈએ બે કરોડની સોપારી ઝડપી પાડી છે.
કચ્છમાં ડીઆરઆઈ દ્વારા ખૂબ સક્રીયતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કરવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને સ્મગલિંગના કેસોમાં મોટાભાગના તમામ કેસોમાં સફળતા ડીઆરઆઈને મળી રહી છે. ત્યારે સ્મગલિંગ બાબતે પણ ઉંડી તપાસ ડીઆરઆઈ દ્વારા અવાર નવાર કરવામાં આવતી હોય છે. ત્યારે આ મામલે પણ તપાસ દરમિયાનટ સોપારીનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે.
કન્ટેનરમાં ખજૂરના બહામો સોપારીનો જથ્થોસ્મગલિંગના કેસમાં ડીઆરઆઈને સફળતા પ્રાપ્ત થઈ હતી. ડ્રગ્સ બાદ આ પ્રકારે સોપારી મામલે પણ ડીઆરઆઈની ટીમે પર્દાફાશ કર્યો છે. ત્યારે સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર મુંદ્રા પોર્ટના વેરહાઉસમાંથી ડીઆરઆઈએ બે કરોડની સોપારી ઝડપી પાડી હતી.
ત્રણ કન્ટેનરમાં ખજૂર હોવાનું ઓન પેપર કોઈને શંકા ના જાય માટે બતાવવામાં આવી સોપારીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવ્યો હતો આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.ડીઆરઆઈ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ડ્રગ્સ મામલે પણ ઝૂંબેશ અંતર્ગત મોટો ડ્રગ્સનો જથ્થો એક પછી એક પકડી પાડવામાં આવ્યો છે. સ્મગલિંગના કેસમાં સરાહનીય કામગિરી કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500