ગાંધીનગર જિલ્લાનાં 11 તલાટી સામે DDOએ મોટી કાર્યવાહી કરતા એક દિવસનો પગાર કાપી નાંખવામાં આવ્યો છે. ગાંધીનગરનાં માણસામાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં 11 તલાટીઓ ગેરહાજર રહેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ 11 તલાટીઓનો આજના દિવસનો પગાર કાપી નાખવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં DDOની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક વિકાસલક્ષી કામગીરી માટે યોજવામાં આવી હતી. આ બેઠકમાં 11 તલાટીઓ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદના પગલે ગતરોજ DDOઓએ તમામ તાલુકાના TDOઓને વિડીયો કોલ કરીને તલાટીઓની હાજરી જાણવાનો આદેશ કર્યો હતો. આ દરમિયાન 11 જેટલા તલાટી ફરજ સ્થળ પર હાજર જોવા મળ્યા ન હતા જેને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.
આ તલાટીઓનો આજના દિવસનો પગાર કાપી નાખવામાં આવ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરના જિલ્લામાં જ તલાટીઓ હાજર ન રહેતાની ફરિયાદો વ્યાપક ઉઠી હતી. તલાટી હાજર ન રહેતા હોવાથી ગ્રામજનોને હાલાકી ભોગવવી પડતી હોય છે. તલાટીની ગેરહાજરીથી અનેક કામગીરી પર અસર પડતી હોય છે. દૂર દૂરથી આવતા અરજદારોને ધક્કા થતા હોય છે. આ દરમિયાન માણસા તાલુકા પંચાયતની ઓફિસમાં વિકાસલક્ષી કાર્ય માટેની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં માણસાના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને DDO સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500