Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડી.વાય.ચંદ્રચૂડે ન્યાયાધીશ રોહિંનટન નરીમનના અયોધ્યા કેસ અંગેના ચુકાદા મુદ્દે કરેલ ટિપ્પણીથી અસહમતિ વ્યક્ત કરી

  • December 14, 2024 

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે ન્યાયાધીશ રોહિંનટન નરીમનના અયોધ્યા કેસ અંગેના ચુકાદા મુદ્દે કરેલી ટિપ્પણીથી અસહમતિ વ્યક્ત કરી હતી. પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું હતું કે જે લોકો અયોધ્યા કેસના ચુકાદાની ટિકા કરી રહ્યા છે તેમણે ૧૦૦૦ પેજનો પુરો ચુકાદો નહીં વાચ્યો હોય. આ ચુકાદો હકીકતો આધારિત હતો.


સુપ્રીમના પૂર્વ ન્યાયાધીશ નરીમને કહ્યું હતું કે અયોધ્યા કેસના ચુકાદામાં બિનસાંપ્રદાયિક્તાને ન્યાય નથી અપાયો, આ ચુકાદાને તેમણે વાંધાજનક ગણાવ્યો હતો સાથે જ ન્યાયની મજાક તરીકે ચુકાદાને મુલવ્યો હતો. અને કહ્યું હતું કે સુપ્રીમે પણ સ્વીકાર કર્યો હતો કે બાબરી મસ્જિદ પહેલા ત્યાં કોઇ મંદિર હોવાના પુરાવા નથી. હવે જસ્ટિસ નરીમનના આ નિવેદન બાદ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે ટિપ્પણી કરી હતી. પૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું હતું કે આ ચુકાદો હવે લોકો સમક્ષ છે, જસ્ટિસ નરીમન એક સ્વતંત્ર દેશના નાગરિક છે, તેમણે આ ચુકાદાની ટિકા કરી તે પરથી સાબિત થાય છે કે ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો સિદ્ધાંત જીવિત છે. અમે આ ચુકાદા પર મક્કમ  છીએ, આ ચુકાદો તથ્યો અને હકીકતોના આધારે જ અપાયો હતો, એટલુ જ નહીં તેમાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું પણ પાલન કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application