આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત દેશને ટીબી મુક્ત બનાવવાના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીમાં જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ૨૪મી માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણીને ધ્યાનમાં લઈને તબક્કાવાર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સાયક્લોથો યોજાઈ હતી. “હા! આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ” થીમ અંતર્ગત “ટીબી હારેગા દેશ જીતેગા”ના સૂત્ર સાથે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજીત સાયક્લોથોનનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના હસ્તે જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાંથી પ્રસ્થાન કરાવાયું હતું.
ચાર રૂટ પર યોજાઈ સાયક્લોથોન જિલ્લા પંચાયતના પ્રાંગણમાંથી શરૂ થયેલી સાયક્લોથોન ૦૪ કિમી, ૧૦ કિમી, ૨૨ કિમી અને ૩૨ કિમી એમ ચાર રૂટમાં યોજાઈ હતી. આ સાયક્લોથોન જિલ્લા પંચાયત થઈને ગાંધીચોક, કલેક્ટર કચેરી, જકાતનાકા, સર્કિટ હાઉસ, વાઘપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરિયા સુધી પહોંચી પરત અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (જુની સિવિલ હોસ્પિટલ) રાજપીપલા ખાતે સંપન્ન થઈ હતી. આ સાયક્લોથોનમાં ભાગ લઈ પૂર્ણાહૂતિ સુધી પહોંચેલા તમામ સાઈક્લિસ્ટોને પ્રમાણપત્રો એનાયક કરવામાં આવ્યા હતા. ૧૧ વર્ષીય રિદ્ધેશ વસાવાએ ૨૦ કિમી સાયકલિંગ કરી યુવાનોને સંદેશો પાઠવ્યો રાજપીપલાના ૧૧ વર્ષીય રિદ્ધેશ વસાવાએ આજરોજ યોજાયેલી સાયક્લોથોનમાં ભાગ લઈને ૨૦ કિમીની સાયકલિંગ કરી યુવાનોને ફિટ ઈન્ડિયાનો સંદેશો આપ્યો હતો.
સાથોસાથ ટીબી જેવી બિમારી સામે લડતા લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની કામના કરી નવી પેઢીને સ્વસ્થ રહેવા માટે સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અપીલ કરી હતી. રિદ્ધેશે સાયકલિંગ પૂર્ણ કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયો હતો. સાયક્લોથોનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, રાજપીપલાના નાગરિકોએ સાયકલ ચલાવી ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500