Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિયેતનામમાં ચક્રવાત અને અનરાધાર વર્ષાને લીધે દેશની તમામ નદીઓમાં ભારે પૂર : અસંખ્ય ઘરો અને ઉદ્યોગોને પણ ભારે નુકસાન પહોંચ્યું

  • September 11, 2024 

વિયેતનામમાં ત્રાટકેલા ટાયફૂન યાગીએ વેરેલા વિનાશની હકીકતો મોડે મોડેથી બહાર આવી રહી છે. આ ચક્રવાતને લીધે થયેલી અનરાધાર વર્ષાને લીધે દેશની તમામ નદીઓમાં ભારે પૂર આવ્યાં હતાં, અને વિયેતનામને લાઓસથી જુદી પાડતી મકોંગ નદીએ રૌદ્ર સ્વરૂપ લેતા તેનાં ખેતીલાયક જમીનનું ધોવાણ થઇ ગયું છે. અસંખ્ય ઘરો તારાજ થઇ ગયાં છે. ઉદ્યોગોને પણ ભારે નુકસાન થયું છે. વિયેતનામની નેશનલ ડીઝાસ્ટર કન્ટ્રોલ એજન્સીના જણાવ્યા પ્રમામે ભારે વરસાદ અને પૂરને લીધે 82 જણાનાં મૃત્યુ થયાં છે, 64 લાપત્તા છે. સત્તાવાળાઓને ભીતિ છે કે મૃત્યુ આંક હજી પણ વધવા સંભવ છે.


ઉત્તર વિયેતનામમાં તો પૂરે હાહાકાર મચાવ્યો છે. ત્યાં જમીન ધસી પડવા સાથે નિબંધ પૂરોને લીધે કેટલી જાનહાની થઇ છે. તે નિશ્ચિત કહેવું મુશ્કેલ છે. વ્યાપક વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઈ છે ઉત્તર વિયેતનામનાં ઔદ્યોગિક મથકો, બેક ગીયાંગ, અને થાઈ ન્યુએન પાણીમાં હળાહળ થઇ ગયાં છે. અહીંની ફેકટરીઓ, સામસુંગ ઇલેક્ટ્રોનિક્સ અને એપલ માટે ઉપકરણો બનાવે છે તે સાથે ફોક્સ કોન પણ અસામાન્ય વરસાદને લીધે બંધ રાખવી પડી છે. વાસ્તવમાં શનિવારથી શરૂ થયેલી અનરાધાર વર્ષાએ વિયેતનામ વિશેષત: ઉત્તર વિયેતનામનું જનજીવન ખોરવી નાખ્યું છે. આ ચક્રવાતે પહેલાં ફીલીપાઈન્સને ઘમરોળી નાખ્યું હતું પછી તાઈવાન અને તે પછી ચીનના દક્ષિણના ટાપુ હૈનાત ઉપરથી તે ઉત્તર વિયેતનામ પર ત્રાટક્યો છે. તેણે ફીલીપાઈન્સથી શરૂ કરી વિયેતનામ સુધીના વિસ્તારને ઘમરોળી નાખ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News