ચીનમાં તબાહી મચાવનાર યાગી વાવાઝોડું થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપાઈન્સ થઈને ભારત પહોંચ્યું છે. હવે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને લો-પ્રેશર સિસ્ટમે સમગ્ર ઉત્તર ભારતને ભીંજવવાનું શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-NCRમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી-NCRમાં આગામી બે દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં તારીખ 11મી અને 14મી સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ચોમાસું જાય ત્યારે વધુ વરસાદ કેમ થાય છે? સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર સુધી ચોમાસું તેની પીછેહઠ પર રહે છે. પરંતુ આ વખતે તે જવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હાલમાં ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન છે અને તેની અસર ઉત્તર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે. આ ડિપ્રેશન બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જેના કારણે વિયેતનામમાં યાગી વાવાઝોડું વધુ સક્રિય થયું હતું અને વાવાઝોડું બંગાળની ખાડીની તરફ ખેંચાયું છે. આ ડિપ્રેશન 8 કિમી/કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર ગ્વાલિયર, આગ્રા, ઝાંસી અને અલીગઢમાં વધુ જોવા મળે છે. આગામી 24 કલાકમાં તે ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. દિલ્હી અને લખનઉના ડોપ્લર રડાર આના પર નજર રાખી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500