Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આફ્રિકાનાં માલાવીમાં ચક્રવાત ફ્રેડીનાં કારણે તબાહી, 300થી વધુ લોકોનાં મોત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યકત કર્યું દુઃખ

  • March 17, 2023 

ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફ્રેડીએ દક્ષિણ-પૂર્વ આફ્રિકાનાં માલાવીમાં તબાહી મચાવી છે. આ ચક્રવાતને કારણે માલાવીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. જમીનથી ઘેરાયેલા દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અફેર્સ વિભાગે આ માહિતી આપી છે. રાહત અને બચાવકાર્યની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતના પગલે થયેલા વિનાશથી ઘણા લોકો ફસાયેલા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક ચિલોબવેમાં 30થી વધુ લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો લાપતા છે. શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. અનેક વિસ્તારોમાં શક્તિશાળી ચક્રવાતનો કહેર જોવા મળી રહ્યો છે.








આ ભીષણ ચક્રવાતએ શનિવારે મધ્ય મોઝામ્બિકમાં તબાહી મચાવી હતી. ચક્રવાત એટલું તીવ્ર હતું કે, ઇમારતોની છત તુટી ગઈ હતી અને ભૂસ્ખલનને કારણે માલાવી બાજુના ક્વિલિમેન બંદરની આસપાસ પૂર આવ્યું હતું. માલાવી પણ તેના ઈતિહાસમાં સૌથી ભયંકર કોલેરા પ્રકોપનો સામનો કરી રહ્યું છે. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે ફ્રેડીના કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ભારે પૂર અને નુકસાનકારક પવનોનું જોખમ ઘણું વધારે છે. આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત ફ્રેડીનાં કારણે માલાવી, મોઝામ્બિક અને મેડાગાસ્કરમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત પ્રભાવિત દેશોના લોકોના મુશ્કેલ સમયમાં તેમની સાથે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application