બિપરજોય ચક્રવાતને કારણે ઉદભવેલી પરિસ્થિતિને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનાં નિર્દેશો મુજબ NDRFની કુલ 12 ટીમોને રાજ્યનાં દરિયાકાંઠા સહિતનાં વિવિધ સ્થળોએ મોકલવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડરાતા વડોદરાનાં જરોદ ખાતેથી NDRFની વધુ બે ટીમો રવાના કરવામાં આવી છે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે. જેના કારણે કચ્છ જામનગર દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બચાવ કાર્ય માટે તંત્રએ પણ તૈયારીઓ પૂર્ણ કરી છે.
ત્યારે વડોદરાથી NDRFની વધુ સાત ટીમો ગતરોજ બચાવ કાર્ય માટે રવાના કરવામાં આવી હતી. રાજકોટ, જામનગર, મોરબી, દીવ ,પોરબંદર, ગીર, સોમનાથ અને વલસાડ ખાતે એક એક ટીમો તથા કચ્છ ખાતે બે ટીમો બચાવ કાર્યમાં જોતરાશે. દરમિયાન આજરોજ NDRFની વધુ 2 ટીમો સંભવિત અસરગ્રસ્ત જામનગર, અને જૂનાગઢ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ મોકલવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ NDRF દ્વારા ત્રણ ટીમોને પોરબંદર, ગીરસોમનાથ ખાતે અને વલસાડ ખાતે મોકલવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500