Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક અને સાયકલ વચ્ચેનાં અકસ્માતમાં સાયકલ ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત

  • December 14, 2023 

વલસાડ તાલુકાના ચણવઇ ગામે મંદિર ફળિયામાં રહેતા નરેશભાઈ બચુભાઈ નાયકા નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે નરેશભાઈ પોતાની સાયકલ લઈને નોકરી ઉપર ગયા હતા અને સાંજે નોકરી પરથી પાથરી ગામે જલારામ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કપરાડાના મેણઘા ગામે રહેતા બાબુભાઈ કનુભાઈ ભોગીયાએ પોતાની હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર GJ/15/BH/8062 પુરઝડપે હંકારી સાયકલ ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં સાયકલ ચાલક નરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application