Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે રૂપિયા 34 કરોડની હેરોઈન જપ્ત કર્યું

  • October 03, 2022 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કસ્ટમ વિભાગે 34 કરોડ રૂપિયાની હેરોઈન જપ્ત કર્યું છે. છત્રપતિ શિવાડી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીની એક ટ્રોલી બેગની અંદર આ નશીલો પદાર્થ રાખવામાં આવ્યો હતો. મુંબઈ કસ્ટમ ઝોને રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, પ્રવાસીની ટ્રોલી બેગની અંદર ખાસ બનાવેલા પોલાણમાં 4970 ગ્રામ હેરોઈન સંતાડવામાં આવ્યું હતું. તેની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.




અગાઉ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગનાં અધિકારીઓ શંકાનાં આધારે મહિલા પ્રવાસીને પકડીને તેના સેન્ડલની તપાસણી કરી હતી તેના સેન્ડલમાંથી 490 ગ્રામ કોકેઈન મળ્યું હતું એની કિંમત અંદાજે રૂપિયા 4.9 કરોડ રૂપિયા હતી. આ સિવાય નવી મુંબઈનાં વાશીમાં DRIની ટીમે ગતરોજ આયાતી સંતરાની ટ્રકમાંથી 1476 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application