Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

  • November 20, 2020 

તહેવારોમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં 20 નવેમ્બરથી રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ કર્ફ્યુ લાદવમાં આવ્યું છે. લોકોને ટોળે ન વળવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડી આ નિર્ણયની જાહેરાત કરી હતી. કરફ્યુ દરમિયાન એસઓપીનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા તેમણે તાકીદ કરી છે. બીજી સુચના ન મળે ત્યાં સુધી આ કર્ફ્યુ લાગુ રહેશે.

 

 

આ અંગે અધિક સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી હતી. રાજીવ ગુપ્તાએ જણાવ્યુ છે કે, અન્ય કોઈ પણ પ્રકારની અફવામાં ન આવવા પણ જણાવવામાં આવે છે.

 

 

અમદાવાદમાં વકરતા કોરોનાની સ્થિતીને લઈને રાત્રી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે આજથી અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. ત્યારે હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કર્ફ્યુ લાગૂ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application