મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કરંજવેલ ગામે ઉપલું ફળિયામાં જતાં રોડ પરથી એક ટાટા કંપનીની ઝેનન પીકઅપ વાહન જેનો નંબર સ્પષ્ટ રીતે વાંચી શકાય નહિ તેમાં 6 ગાય ભરેલ હતી અને જે ગાયઓને અતિ ક્રુરતા પૂર્વક ખીચોખીચ ટૂંકી દોરી વડે બાંધી રાખ્યા હતા તેમજ પશુઓને ખાવા માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા તથા ઉભા રહેવા તળિયે માટી પણ નહિ રાખી હતી તેમજ વાહનમાં મેડીકલનાં સાધનોની વ્યવસ્થા નહિ રાખી તેમજ હેરાફેરી કરી ગાયોને ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી જયારે વાહનનો ચાલક પોતાના કબ્જાનું વાહન છોડી ભાગી છૂટ્યો હતો. આમ, પોલીસે 6 ગાયો જેની કિંમત રૂપિયા 60 હજાર અને પીકઅપ વાહન જેની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 3.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે વ્યારા પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application