નર્મદા જિલ્લામાં શિયાળુ પાકને કમૌસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં અંદાજે 400 હેક્ટરથી વધુ જમીનોમાં ઉભા પાક કપાસ, તુવેર, જુવાર, બાજરી, ડાંગર, મરચી, એરંડા સહિત શાકભાજીને પણ વ્યાપક નુકસાનથી ખેડૂતોની મુશ્કેલી વધી છે અને સતત ત્રણ દિવસ ચાલેલ વરસાદથી ખેડૂતોના માથે આફત આવી પડી છે અને ઘણું આર્થિક નુકશાન થવા પામ્યું છે. જયારે એકબાજુ ગમેતેવી કુદરતી આફત હોય છતાં સહાયમાં નર્મદા જિલ્લાને રાજ્ય સરકાર બાકાત રાખે છે ત્યારે શિયાળાની ઠંડીમાં ઉભા શિયાળુ પાક તૈયાર થઇ ગયો હોય અને જેને કાપવાનો બાકી હોય અને અચાનક વરસાદ પડ્યો એટલે ખેડૂતોને પોતાના પાકને બચાવવાનો મોકો આપ્યો નથી જેમાં એક દિવસ ઠીક ત્રણ દિવસ સુધી સતત વરસાદથી આ શિયાળુ પાક બિલકુલ નષ્ટ થઇ ગયો હોવાથી 100 ટકા નુકસાન થયું હોય આ જરૂરિયાત વગરના વરસાદે નર્મદા જિલ્લામાં ખેડૂતોને ભારે નુકશાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application