Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત, 40થી 60 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, ધરતીપુત્રોની વધી ચિંતા

  • December 01, 2021 

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેને લઈ તમામ કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડૂતો માટે હવામાન વિભાગે પાક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે ડિસેમ્બર સુધી અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી એમ સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક જિલ્લામાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાવા સહિત આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.


સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય શકે છે. અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક ડિસેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે.


આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દિવમાં હળવો જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર માં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તો આવતીકાલે ડિસેમ્બરના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાયના રાજ્યના અનેક ભાગમાં પણ વરસાદી માહોલ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

તાપી જીલ્લામાં વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહીની વચ્ચે વહેલી સવારથી જ તાપી જીલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલી થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application