અમદાવાદમાં મે મહિનામાં 50 લાખની આંગડીયાની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ 2 આરોપીઓની ધરપકડ સાથે ઉકેલાયો છે. 13 મેના રોજ ચોરી કરીને આરોપીઓ ફરાર થયા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચોરોએ ચોરીથી બચવા માટે 3 વાર પોલીસથી નજર હટાવવા કપડા બદલ્યા હતા તે છતાં ક્રાઈમબ્રાન્ચે ચોરોને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદમાં નવરંગપુરામાં આ ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા વિશાલ અને પ્રતીક નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.નરોડા વિસ્તારમાં પોતાનો રુપિયાનો ભાગ અલગ કરીને નાસી છૂટ્યા હતા. આરોપીઓએ લગભગ 150 કિલો મીટર ફર્યા હતા અને અવનવા પેંતરા બચવા માટે અજમાવ્યા હતા છતાં આરોપીઓ બચી શક્યા નહોતા. છેવટે ક્રાઈમ બ્રાન્ચે મોડસ ઓપરેન્ડેન્ટી અને સર્વેલન્સના આધારે 35 લાખની રોકડ સાથે બન્નેને ઝડપી પાડ્યા હતા. અન્ય આ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની લઈને પણ પૂછપરછ કરવામાં આવશે.
આમ થોડા દિવસ પહેલા એટલે કે, 13 માર્ચના રોજ વિશાલે તેના અન્ય સાગરીતો સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના બની હતી ત્યારે આ ઘટનાને અંજામ અપાયા બાદ આરોપીઓ ક્યાંય છટકી શક્યા નહોતા અને ક્રાઈમ બ્રાન્ચે વોચ રાખીને તેમને ઝડપી પાડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500