દિલ્હીમાં એક સગીરે માત્ર 350 રૂપિયા માટે એક વ્યક્તિની નિર્મમ રીતે હત્યા કરી હતી. આ ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આરોપી એક યુવક પર સતત ચાકુથી હુમલો કરતો જોવા મળે છે અને બાદમાં તેની ગરદન પર ચાકુ રાખીને તેને કાપી નાખે છે. આરોપી વ્યક્તિ યુવકને મોતને ઘાટ ઉતારે છે અને પછી તેના મૃતદેહ સામે ઉભા રહીને ડાન્સ કરે છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના દિલ્હીના વેલકમ વિસ્તારના જનતા મજદૂર કોલોની વિસ્તારની છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવામાં મળ્યું હતું કે, આ હત્યાના પાછળનું કારણ ચોરી હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પહેલા પીડિતાનું ગળું દબાવ્યું અને બાદમાં તેની ક્રૂરતાથી હત્યા કરી દીધી. ઘટના સ્થળે લાગેલા CCTV કેમેરામાં આ હુમલાની ઘટના કેદ થઇ ગઈ હતી. જેની મદદથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આરોપી પહેલા મૃતદેહને તેના વાળથી ખેંચીને બહાર ગલીમાં લાવે છે અને બાદમાં એક પછી એક ચાકુ વડે તેના પર હુમલો કરે છે. તેના પર ઘણી વખત હુમલો કર્યા પછી પણ જ્યારે તેને વિશ્વાસ નથી થતો કે તે મરી ગયો છે, ત્યારે તે તેનું ગળું કાપવા લાગે છે. તેનું ગળું કાપ્યા પછી તે તેના મૃતદેહની સામે ડાન્સ પણ કરે છે અને બાદમાં મૃતદેહને તેના વાળથી પકડીને ગલીની અંદર લઈ જાય છે. દિલ્હી પોલીસે આ ઘટના સામે આવ્યા બાદ આરોપી સગીરને કસ્ટડીમાં લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર 350 રૂપિયા માટે હત્યા કરી હતી. પોલીસ હાલમાં પીડિતાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. વિસ્તારના CCTV ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે અને તપાસમાં મદદ કરવા માટે ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application