Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં હરણી એરપોર્ટ પર દારૂનાં નશામાં ધમાલ કરનાર યુવક સામે ગુનો દાખલ

  • May 09, 2022 

વડોદરાનાં હરણી એરપોર્ટ પર દારૂના નશામાં ધમાલ કરનાર યુવકને હરણી પોલીસે પકડી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ કંટ્રોલ રૂમમાં ગતરોજ બપોરનાં સમયે કોલ આવ્યો હતો કે, એરપોર્ટ ટર્મિનલ ઓફિસની બહાર એક યુવક દારૂ પીને ધમાલ કરે છે. જે કોલના આધારે હરણી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.



જોકે પોલીસે યુવકને પકડી પૂછપરછ કરતા તેનું નામ રાહુલ અનિલકુમાર પોરવાલ (રહે.હવેલી રેસિડેન્સી, એરફોર્સ સ્ટેશનની પાછળ, મકરપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. જયારે રાહુલે દારૂનો નશો કર્યો હોવાનું જાણવા મળતા હરણી પોલીસે તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, રાહુલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેણે દિલ્હી જવાનું હોઇ તે ફ્લાઇટમાં બેસવા માટે હરણી એરપોર્ટ આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application