કોરોના સંક્રમિત મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. સચિને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, પોતે ડૉક્ટર્સની સલાહ અનુસરીને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છે અને સાજો થઈને હોસ્પિટલથી જલ્દી પરત આવશે તેમ લખ્યું હતું.
સચિન તેંડુલકર 27 માર્ચના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. સચિને ટ્વીટ કરીને પોતાને કોરોના થયો હોવાની અને હોમ ક્વોરેન્ટાઈન થયા હોવાની માહિતી શેર કરી હતી. સચિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારના તમામ સદસ્યોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ સદનસીબે બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
વધુ એક ટ્વીટમાં સચિને લખ્યું હતું કે, 'વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વર્ષગાંઠ નિમિત્તે તમામ ભારતીયો અને ટીમના મારા સાથીદારોને શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે, 2 એપ્રિલ, 2011ના રોજ ભારતે બીજી વખત વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. ટીમ ઈન્ડિયા 1983માં પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500