ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની નિર્માતા તરીકેની પોતાની ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. આ બાબતે જોકે, હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે. ધોનીએ અને તેની પત્ની સાક્ષી સાથે પ્રોડકશન કંપનનીની ઘોષણા કરી હતી. આ પ્રોડકશન હાઉસનું નામ તેમણે ધોની એન્ટરટેઇનમેન્ટસ રાખ્યું છે. આ બેનર હેઠળ બનનારી પહેલી ફિલ્મ સાઉથની 'લેટસ ગેટ મેરિડ' છે. તેમાં ધોની એક ઝલક આપશે. એક દાવા અનુસાર આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર હશે. તેમાં હરીશ કલ્યાણ અને ઈવાનાની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સફળ થાય તે પછી ધોની સાઉથની ઈન્ડસ્ટ્રીમાં જ આગળ વધવા માગે છે કે, પાન ઈન્ડિયા ફિલ્મ પણ બનાવશે તેની રાહ જોવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application