નવસારી જિલ્લામાં બુધવારે યુકેથી કરાડી આવેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર લઈ રહેલ 2 એનઆરઆઈ રિકવર પણ થઈ ગયા હતા. જોકે છેલ્લા 6 દિવસમાં 3 NRIનાં કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જયારે યુકેથી ગત તા.30મી એપ્રિલના રોજ જલાલપોર તાલુકાના કરાડી ગામે 64 વર્ષીય મહિલા આવી હતી. જેમણે તાવ આવતા એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જેથી 1 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 11930 થઈ હતી. અહીં ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં જ આની સાથે કુલ 3 NRI કોવિડ પોઝિટિવ આવ્યા છે. 6 દિવસ અગાઉ કેનેડાથી નવસારી આવેલ 2 NRIનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ કેનેડાથી નવસારી આવેલ એક જ કુટુંબના 2 NRIનો રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા હતા, જે બંને રિકવર થઈ ગયા હતા. જેની સાથે કુલ રિકવરની સંખ્યા 11718 થઈ છે. હવે જિલ્લામાં એક્ટિવ કેસ બે જ રહ્યા છે, જેમાં 1 દર્દી હોસ્પિટલમાં અને 1 હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસોથી કોઇ કોવિડ મૃત્યુ નોંધાયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application