Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોવિડ-૧૯ વેકસીન જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

  • June 19, 2021 

નવસારી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને કોવિડ- ૧૯ વેકસીન જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે નવસારી જિલ્લાના યુવાનો તેમજ બાકી રહી ગયેલા તમામ લોકોને કોરોનાની રસી લેવા માટે આગળ આવવા જણાવ્યું છે.

 

 

 

 

ગ્રામ્ય વિસ્તારના લોકો જે કોરોના રસી લેવા તૈયાર ન થતા હોઇ તેવા લોકોને સમજાવવા માટે ગામ અગેવાનો સાથે સંપર્ક કરવા અપીલ કરી હતી. નગરપાલિકા વિસ્તારમાં રિક્ષાવાળા-લારી ગલ્લાવાળા, શાકભાજીવાળાઓને ઍક જગ્યાઍ ભેગા કરી આરોગ્ય વિભાગના સહકારથી રસીકરણનો કાર્યક્રમ રાખવા જણાવ્યું હતું. દરેક વિભાગના અધિકારીઓને કોવિડ-૧૯ કાર્યક્રમમાં સહયોગ આપી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા જણાવ્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application