નવસારીમાં યુવતીના પ્રકરણમાં બે ભાઈઓ ઉપર હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને જલાલપોર પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સમયે કોર્ટે તમામ આરોપીને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. તેથી તેઓને કસ્ટડીમાં ધકેલી બંને ભાઈને દેવાયા હતા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સાહિલ રમાશંકર પાંડે (ઉ.વ.૨૦) અને તેનો ભાઈ નિખિલ (બન્ને રહે.હંસગંગા સોસાયટી, દેસાઈ તળાવની પાર, જલાલપોર)ને મંગળવારે રાતે મિત્રની બેન સાથે એક યુવક ટેલિફોન ઉપર વાત કરતો હોવાથી થયેલા ઝઘડાને કારણે બોલાવાયા હતા. આથી તેઓ સ્થળ પર પહોંચતા સામા પક્ષના અરુણ વશરામ ડાભી અને વિજય મેર, દીપક મેર અને ચિરાગ ચાવડાએ સાહિલ અને નીખીલ સાથે હાથાપાઈ કરી હતી જે બાદ દિપર મેરે સાહિલ અને તેના ભાઈ નિખિલ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો.
જેમાં નિખિલને માથાના ભાગે અને સાહિલને પેટના ભાગે ચાકુના ઘા ઝીંકાતા તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તે બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં જલાલપોર પોલીસે ચારેય યુવકો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તેઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતાં. બે ભાઈ ઓ ઉપર ચાકુથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ અરુણ વશરામ ડાભી અને વિજય મેર, દીપક મેર અને ચિરાગ ચાવડાને કોર્ટમાં રજૂ કરાતા તમામને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને પગલે આરોપીઓને કસ્ટડીમાં ધકેલી દેવાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500