Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીઆઈ અને ક્રાઈમ રાઈટર સામે કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું

  • April 20, 2023 


ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પી.આઈ.તરીકે ફરજ બજાવી ચૂકેલા પલાસ અને પોલીસ મથકના ક્રાઈમ રાઈટર સામે ફરજમાં બેદરકારી અને ગોધરા કોર્ટના હુકમનું અનાદર કરવામાં તેમજ કોર્ટ દ્વારા શો કોઝ નોટિસ આપવા છતાં તે નોટિસનો કોઈ જવાબ નહી આપતા ગોધરા કોર્ટે ગુનાની ફરિયાદ દાખલ કરી ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.


ગોધરાના ચીફ્ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ક્રિમિનલ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા પોલીસે તપાસમાં કબજે લીધેલો ગુનાનો મુદામાલ કોર્ટમાં રજુ કરેલો નહી હોવાથી કોર્ટે ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકનાં પી.આઈ.ને કેસનો મુદામાલ રજુ કરવા તા.24/3/23ના રોજ યાદી કરી હતી. તેની મુદત તા.11/4/23 રાખવામાં આવી હતી. પરંતુ તા. 11/4/23ના રોજ સાંજના 4.30 સુધી પોલીસ દ્વારા કોઈ મુદામાલ રજુ કરવામાં આવેલો નહિ અને 4.30 કલાકે હેડ કોન્સ્ટેબલ રાકેશ નારસિંહભાઈ કોર્ટમાં હાજર થયેલા અને મુદામાલ અગાઉના ક્રાઇમ રાઈટર હેડ દ્વારા જમા લીધેલો હોઈ શોધખોળ ચાલુ હોઈ મુદામાલ મળ્યેથી રજુ કરવામાં આવશે તેવો રીપોર્ટ પી.આઈ. ગોધરાની સહીવાળો રજુ કર્યો હતો.


તેથી અદાલતે પોલીસ ઇન્સ્પેક્ટર એ-ડીવી અને ક્રાઇમ રાઈટરને તા.11.4.23 ના રોજ તેમણે ફરજમાં બેદરકારી દાખવેલી હોવાથી અને મુદામાલ ગુમ કરીને તે કેસના આરોપીઓને લાભ કરાવતા હોવાથી તેમની સામે ઈ.પી.કો કલમ 175 મુજબ ગુનો કેમ દાખલ ન કરવો અને તેમની સામે સી.આર.પી.સી.ની કલમ 345 મુજબની ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો તા. 15.4.23 ના રોજ બપોરના 3 વાગ્યા સુધીમાં કોર્ટ રૂબરૂ કરવા જાતે હાજર રહેવા બાબતની લેખિતમાં શો કોઝ નોટીસ આપેલી હતી.



પરંતુ તા. 15.4.23ના રોજ સાંજના 4.30 કલાક સુધી પી.આઈ. કે રાઈટર કોર્ટમાં હાજર રહ્યા નહિ અને કોર્ટની શો કોઝ નોટીસનું કોઈ ખુલાસો કે જવાબ રજુ કરેલ નહિ, તેથી ગોધરાના ચીફ્ જયુ. મેજીસ્ટ્રેટ જજ જીગ્નેશ ગીરીશભાઈ દામોદ્રાએ બંનેને સદર નોટીસનો કોઈ ખુલાસો કરવો નથી તેમ માનીને ગોધરા ટાઉન એ-ડીવીજન પી.આઈ.પલાસ અને તા. 11/4/23 ના રોજ મુદામાલ સંભાળનાર ક્રાઈમ રાઈટર જે હોય તે કર્મચારી એમ બંને સામે સી.આર.પી.સી કલમ 345 મુજબની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. આમ ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.પલાસ અને ક્રાઈમ રાઈટર સામે ફરજમાં બેદરકારી અને કોર્ટના હુકમનું અનાદરના ગુનાની ફરિયાદ દાખલ કરી ધરપકડ વોરંટ અદાલતે કાઢતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application