Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શેર ટ્રેડીંગને નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિ સુરતથી ઝડપાયું

  • January 01, 2024 

શેર ટ્રેડીંગને નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિને તાજેતરમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ગુજરાતના સુરતથી પકડી પાડયું હતું. પકડાયેલા આ આશિષ મહેતા (ઉ.વ.41) અને તેની પત્ની શિવાંગી લાડ મહેતા (ઉ.વ.38)નાએ 166 રોકાણકારો સાથે 85 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. જોકે આ રકમ ખૂબ જ મોટી હોવાની શંકા પોલીસને છે કારણ કે પોલીસે આરોપીના 11 બેન્ક ખાતા ફ્રીઝ કર્યા હતા જેમાં 145 કરોડ જમા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીની પશ્ચિમી પરામાં અમુક સંપત્તિઓ પણ જપ્ત કરી છે જેની કુલ કિંમત રૂપિયા 18.5 કરોડ થાય છે.



આ સંદર્ભે આરોપી મહેતા દંપતિએ બ્લીસ કન્સ્લટન્ટ નામે શેર ટ્રેડિંગ કંપની શરૂ કરી લોકોને શેર ટ્રેડિંગ અને પૈસાના રોકાણ માટે એક એપ ઈન્સ્ટોલ કરવાનું જણાવ્યું હતું. દંપતિએ રોકાણકારોને દર મહિને 2.5 ટકાના નફાની પણ લાલચ આપી હતી. ઈન્વેસ્ટરો તેમના રોકાણ અને પ્રોફિટની વિગત એપ પર જોઈ શકતા હતા. આરોપીઓએ રોકાણકારોને તેમના રૂપિયા શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરી પ્રોફિટ આપશે તેવું જણાવ્યું હતું. આ લોકોએ રોકાણકારોને પ્રોફિટના 70 ટકા આપશે અને 30 ટકા તેમની કંપનીમાં જમા થશે તેવી સ્પષ્ટતા કરી હતી. શરૂઆતમાં રોકાણ પર પ્રોફિકટ આપ્યા બાદ પ્રોફિટ વળતર સાથે જ આરોપીઓએ મૂળ રકમ આપવાનું બંધ કરી દીધું હતું. તેથી બંને સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.



આરોપીઓએ ત્યારબાદ તેમના ફોન પણ સ્વીચ-ઓફ કરી દીધા હતા. પોલીસે ટેકિનકલ વિગતો અને ગુપ્ત માહિતીને આધારે દંપતિને સુરતની એક હોટલમાંથી પકડી પાડયું હતું. આ બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવતા તારીખ 4 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. આ છેતરપિંડી પ્રકરણે ઉમેશ શેટ્ટી અને વિર્લેપાર્લે વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા શેટ્ટીએ અંબોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી કારણ કે, તેમણે પણ રોકાણ કર્યું હતું અને અમુક રકમ ગુમાવી હતી. ત્યારબાદ ઘણાં રોકાણકારો સામે આવ્યા હતા અને કરોડોની છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. અંતે આર્થિક ગુના શાખાની ટીમે દંપતિને સુરતથી પકડી પાડયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application