વડોદરા તાલુકાના ભાયલી ગામે રહેતા દંપતી સાથે ઘી વેચવાના બહાને બે મહિલાએ સંબંધ કેળવ્યો હતો. અને સસ્તામાં સોનાના સિક્કા આપવાની લાલચ આપી અન્ય એક મહિલાને સાથે લાવી 3.75 લાખ રોકડા અને 1.85 લાખના સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા 5.60 લાખની માલમતા લઈ ફરાર થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર, વડોદરા તાલુકાના ભાયલી ગામના સુથાર ફળિયામાં રહેતા 42 વર્ષના તારાબેન ઉર્ફે તેજલ બેન હિમેશભાઈ મિસ્ત્રીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડિસેમ્બર માસના 30 તારીખે બપોરે 2:00 વાગ્યા બાદ તેમના ઘરે બે બહેનો આવી હતી. આ બંને પાસેથી તેમને રૂપિયા 1,000માં બે કિલો ઘી ખરીદ્યું હતું. ત્યારે બંને બહેનોએ પોતે ભૂખી હોવાનું તારાબેનને જણાવ્યું હતું.
તેથી તારા બેને બંનેને જમાડ્યા હતા. તેના બીજા દિવસે એટલે કે તારીખ 31ના રોજ બપોરના બપોરના બે વાગ્યા પછી તારા બેનના ઘરે ફરીવાર ત્રણ બહેનો આવી હતી. અને તારા બેનને જણાવ્યું હતું કે તેઓને ખોદકામ કરતા સોનાના સિક્કાઓ મળ્યા છે. પૈસાની જરૂર હોય આ સિક્કા તેમને વેચી દેવા તારાબેન તેમની વાતમા આવી ગયા હતા અને તેમના પતિ હિમેશભાઈને પણ આ અંગે જણાવ્યું તેથી બંનેએ તે સિક્કાઓ પેટે રોકડા રૂપિયા 3,75,000 તથા એક સોનાની તુટેલી પાંચ નંગ વીટી નંગ કિંમત રૂપિયા 25000, તારાબેનની રૂપિયા 50 હજારની કિંમતની સોનાની ચેન, હિમેશભાઈની હાથની રૂપિયા 60 હજારની લકી અને એક 50,000/-ની લેડીઝ લકી મળી કુલ રૂપિયા 1,85,000/-ના દાગીના મળી કુલ રૂપિયા 5,60,000/-ની માલમતા પડાવીને જતા રહ્યા હતા અને બીજા સોનાના સિક્કા બે ત્રણ દિવસ બાદ આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ તેઓ નહીં આવતા ત્રણેય આપેલા સોનાના સિક્કાની સોની પાસે ખરાઈ કરાવી હતી તે માટે નકલી હોવાનું જાણવામાં આવતા ત્રણેય ઠગ મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500