Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અને બસ વચ્ચેનાં અકસ્માતમાં દંપતીનું મોત, પુત્રને ગંભીર ઈજા

  • December 22, 2023 

મુંબઇનાં દહિસરમાં બપોરે કાર અને બસ ટકરાતા થયેલા ગમ્ખવાર અકસ્માતમાં પતિ, પત્નીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે તેમની પુત્રને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આ મામલામાં કેસ નોંધી બસના ડ્રાઇવરની ધરપકડ કરી છે. હિસર પોલીસે જણાવ્યું હતું કે, આ દંપતિ પુત્ર રોહન બંગેશ (ઉ.વ.25) કાર ચલાવતો હતો. જ્યારે તેના પિતા શિવહરે (ઉ.વ.55) અને માતા શોભા (ઉ.વ.50) પાછળની સીટ પર બેઠેલા હતા. આ પરિવાર બોરીવલીથી  હિસર તરફ જઈ રહ્યો હતો. ત્યારે  હિસરના આનં નગર પાસે ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.




પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'ખાનગી બસ ચાલકે સંકેત આપ્યા વિના અચાનક ડાબી તરફ ટર્ન લીધો હતો. જેના લીધે રોહને કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. આમ, બસની કાર સાથે અથડામણ થઈ હતી. અકસ્માતમાં દંપતી અને પુત્રને ઇજા થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે પતિ, પત્નીને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટના બાદ આરોપી બસ ડ્રાઇવર રાહુલ વિશ્વકર્માને પકડવામાં આવ્યો છે. અકસ્માત વખતે તે દારૂના નશામાં નહોતો. હિસર (પૂર્વ)માં રહેતો આ પરિવાર તેમના નિવાસ સ્થાન નજીક જ અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસે ડ્રાઇવર સામે કલમ કેસ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application