Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહારમાં વીજળીનાં કારણે ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત નિપજ્યું

  • April 15, 2025 

બિહારમાં કમોસમી વરસાદનાં કારણે હવામાન બદલાયું છે. બિહારમાં વીજળી અને તોફાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે હવે અરવલમાં જિલ્લામાં મેઘપ્રકોપના કારણે એક પરિવારનો માળો વિખાય ગયો છે. બિહારના અરવલ જિલ્લામાંથી એક એવી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. બિહારના અરવલ જિલ્લામાં વરસાદ વચ્ચે વીજળી પડવાથી પતિ-પત્ની અને તેની પુત્રીનું જીવતા સળગી જવાથી મોત થઈ ગયું છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે તેને જોઈને લોકોના હૃદય કાંપી ઉઠ્યા છે. 


મળતી માહિતી મુજબ, અરવલમાં સોમવારે સાંજે વીજળી પડવાથી શાદીપુર ગામના નિવાસી 48 વર્ષીય અવધેશ યાદવ, તેમની પત્ની 45 વર્ષીય રાધિકા દેવી અને 18 વર્ષની દીકરી રિંકુ કુમારીનું દુ:ખદ મોત થઈ ગયું છે. ગામલોકોએ જણાવ્યું કે, વરસાદ શરૂ થઈ જતા પરિવારના સભ્યો ખેતરમાં ઘઉં લેવા માટે ગયા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર અચાનક વીજળી પડી અને પરિવારના ત્રણેય સભ્યો તેની લપેટમાં આવી ગયા. આ દુ:ખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે.  આ ઘટના બાદ તરત જ સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહોને કબજામાં લઈ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ વહીવટી તંત્રએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application