સુરત જિલ્લાના કીમના ખોલવડ ગામે તાપી કિનારે ઝાડી-ઝાંખરામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. આ સાથે જ એક લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, કામરેજના ખોલવડ ગામે મોટા હળપતિવાસ ખાતે રહેતી રેખાબેન અનિલભાઈ રાઠોડ ખોલવડ ગામે મોટા હળપતિવાસ તાપી નદીના કિનારે ઝાડી ઝાંખરામાં જાહેરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતી હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી. જેને પગલે હરકતમાં આવેલી કામરેજ પોલીસે ઉપરોક્ત બાતમી અનુસાર સ્થળ પર પહોંચી જઈ છાપો માર્યો હતો. પોલીસે બનાવના સ્થળેથી ૧,૦૩,૭૫૦/- કિંમતનું ગોળપાણીનું રસાયણ, ૨ હજાર કિંમતનો દેશી દારૂ, ૧૦૦ રૂ.નો નવસાર, ૨૦૦ કિંમતના તગારા મળી કુલ ૧,૬,૦૫૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ ૧,૦૩,૭૫૦ કિંમતના ગોળપાણીના રસાયણનો બનાવના સ્થળે નાશ કરાયો હતો. તેમજ કામરેજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી રેખાબેન અનિલભાઈ રાઠોડ (રહે.મોટા હળપતિવાસ, ખોલવડ ગામ, તા.કામરેજ)ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500