દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ હવે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી કરતા પણ વધુ અમીર બની ગયા છે. આ સાથે તેમણે દેશના ટોચના 5 અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. હાલમાં જેએસડબલ્યુના ચેરમેન ઈમેરિટસ સાવિત્રી જિંદાલની સંપત્તિ 25 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં તેમની સંપત્તિમાં 87 ટકાનો વધારો થયો છે. બીજી તરફ અઝીમ પ્રેમજીની સંપત્તિમાં આ જ સમયગાળામાં 42 ટકા સુધીનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, બે વર્ષ પહેલા પ્રેમજી ભારતના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. માત્ર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી તેમનાથી આગળ હતા. વિપ્રો માટે છેલ્લા બે વર્ષ ખૂબ જ ખરાબ રહ્યા છે. જાન્યુઆરી 2022થી કંપનીના શેરમાં 42 ટકાનો ઘટાડો થયો છે. જેનાથી પ્રેમજીની સંપત્તિમાં પણ 42 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં તે દેશના સૌથી અમીર લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application