તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત અટલ બિહારી વાજપેઇ આવાસ દ્વારા અજાણી ભૂલી પડેલી યુવતીનો કેસ“ સખી વન સ્ટોપ સેન્ટર તાપી” ખાતે રીફર કરવામાં આવેલ હતો.
અટલ બિહારી વાજપેઇ આવાસ વ્યારાના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, યુવતી રેલ્વે સ્ટેશન વ્યારાથી તા.૧૦-૫-૨૦૨૨ના રોજ મળી આવી હતી,અને યુવતી પોતાના ઘરે જવા માંગતી ન હોવાથી આગળની કાર્યવાહી અને કાઉન્સલિંગ માટે“સખી” વન સ્ટોપ સેન્ટરતાપી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
કાઉન્સેલિગ દ્વારા સમજાવવામા આવતા યુવતીના માતા-પિતા અને પરિવારજનો સાથે સંપર્ક કરાવી આપવામાં આવ્યો હતો. માતા-પિતાને પણ સેન્ટર ખાતે બોલાવી તેઓને કાઉંન્સેલિંગદ્વારા સમજાવવામાં આવ્યા હતા કે હવે પછી યુવતીને ત્રાસ ન આપે અને સારી રીતે રાખવામાં આવે.
સમગ્ર કાઉન્સલિગ બાદ તાજેતરમાં યુવતીનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. યુવતી મળ્યાના સમયથી તેના પરિવારને સોંપવા સુધી“ સખી વન સ્ટોપ સેન્ટર તાપી”ખાતે આશ્રય સેવા, પરામર્શ સેવા તેમજ તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.
.....
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500