Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇમાં ફરી એકવાર કોરોના વાયરસની રિએન્ટ્રી, છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 2054 નવા કેસો

  • June 19, 2022 

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એકવાર કોરોના વાયરસની રિએન્ટ્રી થઇ છે. કોરોનાએ ફરી માથુ ઉંચકતા સરકાર ચિંતિત થઇ છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકની અંદર જીવલેણ કોરોનાના 2054 નવા કેસો  સામે આવ્યા છે, અને બે લોકોના મોત પણ થયાના સમાચાર છે. કોરોના અંગે બૃહ્દમુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)એ બતાવ્યુ કે, મહાનગરમાં અત્યાર સુધી કૉવિડ-19ના સામે આવેલા કુલ કેસોની સંખ્યા વધીને 10 લાખ 92 હજાર 557 થઇ ગઇ છે.


જાણો શું છે મુંબઇની તાજા સ્થિતિ............ 

મહાનગર પાલિકાએ બતાવ્યુ કે, છેલ્લા 24 કલાક દરમિયાન બે દર્દીઓના મોત થઇ ગયા છે અને અહીં 19 હજાર 582 લોકો મહામારીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. બીએમસી અનુસાર, શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1743 દર્દીઓ સાજા થયા છે, જેની સાથે અત્યાર સુધી 10 લાખ 59 હજાર 362 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. બીએમસી અનુસાર હાલમાં મુંબઇમાં 13 હજાર 613 દર્દીઓ સારવાર હેઠળ છે. 


મહારાષ્ટ્રામાં 3883 નવા કેસો નોંધાયા, બે લોકોના મોત 

વળી, જો વાત આખા મહારાષ્ટ્રની કરીએ તો શનિવારે કોરોનાના 3883 નવા કેસો નોંધાયા છે. જેમાંથી 2054 સંક્રમિતો રાજધાની મુંબઇના છે. વળી, છેલ્લા 24 કલાકમાં બે કોરોના દર્દીઓનો મોત થયા છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જાણકારી આપી કે ,મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલા કોરોનાના 4,165 નવા કેસો આવ્યા હતા, અને વાયરસના કારણે ત્રણ દર્દીઓના મોત થઇ ગયા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application