Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાની વેક્સિન ઝાયકોવિડ સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ બનશે, જયારે વેક્સિનની કીંમત આગામી એક-બે અઠવાડિયામાં જાહેર થશે

  • August 23, 2021 

દેશની અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ વિકસાવેલી કોરોના પ્રતિરોધક વેક્સિન ઝાયકોવિડને ઈમરજન્સી યુઝ માટે મળેલી મંજૂરી બાદ કંપનીએ જણાવ્યું હતું કે, તે સપ્ટેમ્બર મહિનાના મધ્ય કે અંત સુધીમાં વેક્સિનનો પુરવઠો ઉપલબ્ધ બનાવવાની યોજના ધરાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે વેક્સિનની કિંમત આગામી એક-બે અઠવાડિયામાં જાહેર કરાશે.

 

 

 

 

કંપનીના ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, વેક્સિનને મંજૂરી મળ્યાં બાદ હાલમાં અમે નિયમનકારી ઓથોરિટી સાથે તેની કિંમત અને વેક્સિનના ડોઝની ડિલિવરીને લગતી પ્રક્રિયાની મંત્રણા કરી રહ્યાં છીએ. આગામી એક-બે અઠવાડિયામાં તેની કિંમત અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં અથવા તો અંત સુધીમાં વેક્સિનનો સપ્લાય શરૂ કરવાની યોજના ધરાવે છે. ઓક્ટોબર સુધીમાં કંપની 1 કરોડ ડોઝ અને જાન્યુઆરીના અંત સુધીમાં 4-5 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

 

 

 

 

ઉત્પાદનને વેગ આપવા કંપની કોઈ સાથે ભાગીદારી કરવા વિચારે છે કે કેમ તેવા એક પ્રશ્નના ઉત્તરમાં પટેલે જણાવ્યું હતું કે, કંપની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સ્થાનિક સ્તરે તથા વિદેશમાં ભાગીદારી અંગે વિચારણા કરી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application