Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update : તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૧૦ કેસ એક્ટિવ

  • July 10, 2022 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા ૫ કેસ સામે આવ્યા છે. તેમછતાં કેટલાક લોકો જાહેરમાં બિન્દાસ્ત સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વિના હરતા ફરતા નજરે પડી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. 


આજે જિલ્લામાં કુલ ૫ લોકોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા 

તાપી જિલ્લામાં શનિવારે સાંજ સુધીમાં વ્યારા તાલુકાના ટીચકપુરા ગામના સડક ફળીયામાં ૧૭ વર્ષીય યુવક,ડુંગરગામના ડુંગરી ફળીયામાં ૨૨ વર્ષીય મહિલા,કેળકુઈ ગામના ડુંગી ફળીયામાં ૪૬ વર્ષીય પુરુષ જયારે ઉચ્છલ તાલુકાના વડપાડા ગામના નિશાળ ફળીયામાં ૪૪ વર્ષીય પુરુષ અને વાલોડ તાલુકાના બુહારીગામના ઉદ્યોગવાડીમાં ૨૮ વર્ષીય પુરુષ મળી જિલ્લામાં કુલ ૫ લોકોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૦ કેસ એક્ટિવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application