તાપી જિલ્લાના માત્ર વાલોડમાં રવિવારે સાંજ સુધી કોરોના પોઝીટીવ દર્દીનો ૧ કેસ સામે આવ્યો છે. જોકે એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જીલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૫૧૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ ૪ કેસ એક્ટિવ છે.
અંધાત્રી ગામના પહાડ ફળિયાના ૪૦ વર્ષીય પુરુષનું કોરોનાથી મોત
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૮૨ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૫૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.વાલોડના અંધાત્રી ગામના પહાડ ફળિયાના ૪૦ વર્ષીય પુરુષનું કોરોનાથી મોત નિપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૧ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૬ દર્દીઓના મોત નિપજ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application