Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update : વ્યારા તાલુકામાં કોરોનાના નવા ૪ કેસ નોંધાયા

  • January 08, 2022 

તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૪ કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. વ્યારાના કપુરા ગામના વચલું ફળીયામાં ૪૧ વર્ષીય પુરુષ, મગરકુઈ ગામના દરગાહ ફળીયામાં ૫૧ વર્ષીય મહિલા, વ્યારાની ઓમ રેસીડેન્સીમાં ૪૮ વર્ષીય પુરુષ અને ઊંચામાળાની kaps ટાઉનશીપમાં ૩૫ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.


જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૯૪૧ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૭૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ ૩૧ કેસ એક્ટિવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application