તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીના નવા 3 કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.૩૧મી ડીસેમ્બર નારોજ તાપી જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે.
હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવનો ૫ કેસ એક્ટિવ વ્યારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ૨૭ વર્ષીય મહિલા અને લક્ષ્મી આઇકોન મોલ સામે ૩૫ વર્ષીય પુરુષ તેમજ વાલોડના નાલોઠા ગામના નવી વસાહતમાં ૩૭ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૯૦૮ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૭૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓના મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવનો ૫ કેસ એક્ટિવ છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
- વાલોડ તાલુકો – કુલ ૭૯૭ કેસો
- વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૬૦૪ કેસો
- સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
- ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
- નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application