કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ લોકો જાણે બેફિકર બની ભરી રહ્યા છે. હવે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બરમાં આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નીતિ આયોગના સભ્ય વી.કે.પોલે ગયા મહિને સરકારને કોરોનાના સંક્રમણના પડકારનો સામનો કરવા માટે કેટલાક સૂચનો કર્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, હવે પછી જે લહેર આવશે તેમાં કોરોનાના 100 કેસમાંથી 23 કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી રાખવી પડશે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે સરકારને જે ભલામણો કરવામાં આવી છે તે એપ્રિલ થી જુન દરમિયાન જે પેટર્ન જોવા મળી રહી છે તેના પર આધારિત છે. કોરોનાની બીજી લહેર પૂરજોશમાં હતી ત્યારે દેશમાં 18 લાખ સક્રિય કેસ હતા. તેમાંથી 10 રાજ્યોમાં 21 ટકા કેસ એવા હતા જેમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.
નીતિ આયોગનુ કહેવુ છે કે, તેનાથી પણ ખરાબ સ્થિત માટે દેશે તૈયાર રહેવુ જોઈએ. એક દિવસમાં ચાર લાખથી પાંચ લાખ કેસ પણ આવી શકે છે અને આગામી મહિના સુધીમાં બે લાખ આઈસીયુ બેટ તૈયાર કરવાની જરૂર છે. જેમાં વેન્ટિલેટર સાથેના 1.2 લાખ બેડ તેમજ આઈસીયુ વગરના પાંચ લાખ ઓક્સિજન બેડ અને 10 લાખ કોવિડ આઈસોલેશન બેડની તૈયારી રાખવી જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500