કિમ જોંગના નોર્થ કોરિયામાં કોરોનાએ મચાવેલા હાહાકારના પગલે દુનિયા ચિંતામાં છે. આ દેશમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 8 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. રવિવારે 15 લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. કિમ જોંગે કોરોનાનો પહેલો કેસ સામે આવતાની સાથે જ ગુરુવારે લોકડાઉન લગાવી દીધુ હતુ પણ એ પછી કોરોના કાબૂમાં આવી રહ્યો નથી. નોર્થ કોરિયા બે વર્ષથી દાવો કરતુ હતુ કે, અમારા દેશમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી પણ અત્યારે આ દેશની સ્થિતિ ચિંતાજનક છે.
તાજેતરમાં નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં એપ્રિલ મહિનામાં મોટા પાયે બે જાહેર કાર્યક્રમો યોજાયા હતા અને તેમાં મોટાભાગના લોકો માસ્ક વગરના હતા. તેના કારણે જ દેશમાં કોરોના ફેલાઈ રહ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે. જાણકારોનુ માનવુ છે કે, નોર્થ કોરિયામાં સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થિતિ એમ પણ સારી નથી. ત્યારે જો આ દેશને દવાઓ, રસી અને બીજી સારવાર માટેના સાધનો બહારથી પૂરા નહીં પાડવામાં આવે તો નોર્થ કોરિયામાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application