મહેસાણા જિલ્લામાં કોરોનાથી સરકારી આંકડા કરતાં 5 ગણાં વધુ મોત નીપજ્યા હોવાનો ધડાકો થયો છે. મહેસાણા જિલ્લામાં 177ના મોત સામે 1297 અરજી આવી, મંજૂર 608 પૈકી 303 પરિવારોને સહાય ચૂકવી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં થયેલા મૃત્યુના આંકડાની પોલ ખૂલી રહી છે.
સરકારી આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કોરોનામાં 699 લોકોનાં મોત થયાં છે. સહાય માટે અત્યાર સુધીમાં સરકારને 4078 અરજીઓ મળી છે. સરકારના આંકડા કરતાં વધુ મોત થયા હોવાનું અરજીથી ખુલ્યું છે. 4078 અરજીઓ પૈકી 1922 મૃતકોના પરિવારોને રૂ.7.54 કરોડની સહાય ચૂકવી દેવાઇ.મહેસાણા જિલ્લામાં 177ના મોત સામે 1297 અરજી જે મંજૂર થયેલી 608માં 303 પરિવારોને સહાય ચૂકવાઇ. પાટણ જિલ્લામાં 128 મોત સામે 894 અરજી મળી જે, પૈકી 179 પરિવારોને સહાય ચૂકવાઇ.
ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવા મુદ્દે મોટી જાહેરાત કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ પછી કોરોના પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં મૃત્યુ થયા હોય તેવા દર્દીના પરિવારને ગુજરાત સરકારે તેમના ખાતામાં સીધી 50 હજારની સહાય ચૂકવી દીધી હોવાનું જણાવ્યું હતું. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોવિડ મૃત્યુની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટે વિસ્તૃત કરી. આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના 30 દિવસમાં મૃત્યુને પણ કોવિડ ડેથ ગણાશે. 22 હજાર અરજદારોના ખાતામાં સહાય જમા કરાવાઈ.
સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કોવિડ મૃત્યુની વ્યાખ્યા અનુસાર આ સહાય અપાઈ. કોવિડ ડેથમાં સૌથી ઝડપથી સહાય ચુકવવામાં ગુજરાત અન્ય રાજ્યો કરતા આગળ છે. 38 હજાર જેટલી કુલ અરજીઓ આવી અને હજુ પણ અરજીઓ આવે છે, તે સ્વીકારાય છે. ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક પત્રકાર પરીષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 22 હજાર કોરોના મૃતકોને સહાય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારની સત્તાવાર વેસાઇટ https://gujcovid19.gujarat.gov.in/home.aspx પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં અત્યાર સુધીમાં સત્તાવારી રીતે 10,096 લોકોના કોરોનાથી નિધન થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500