Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં ફરી વધારો : આરોગ્ય વિભાગ ચિંતામાં

  • May 06, 2022 

મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીની સંખ્યામાં દરરોજ સતત વધારો થતો દેખાય છે. જોકે હવે રાજ્યનો આરોગ્ય વિભાગ ચિંતામાં પડી ગયો છે. લોકોને કોરોનાના ઉપાય યોજના અંતર્ગત ગરદીના સ્થળે માસ્ક પહેરવાની અપીલ કરી છે તેમજ રાજ્યમાં કોરોનાના નવા 233 કેસ નોંધાયા છે. પરંતુ એક પણ દર્દીનું મોત થયુ નથી. જયારે રાજ્યમાં આજે કોરોનાના 173 દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા આપી છે. રાજ્યમાં આજદિન કોરોનાના એક્ટીવ 1109 દર્દી છે.



રાજ્યમાં અત્યારે કોરોનાનો મૃત્યુ દર 1.87 ટકા છે. જ્યારે કોરોના દર્દી સાજા થવાનું પ્રમાણ 98.11 ટકા છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રાજ્યમાં કોરોના 1109 એક્ટીવ દર્દી છે. જેમાં મુંબઈનાં 682 એક્ટીવ કેસ છે, પુણેમાં 229, થાણેમાં 109 એક્ટીવ દરદી છે. મુંબઈમાં હવે કોરોનાના નવા 130 દર્દી નોંધાયા હતા. જ્યારે એક પણ દરદીનું મોત થયું નથી. શહેરમાં કોરોનાના 90 દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે શહેરમાં કોરોનાના 682 એક્ટીવ કેસ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application