જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્યદિન નિમિત્તે વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, પદાધિકારીઓ-અધિકારીઓના હસ્તે કોરોનાની મહામારી વચ્ચે દિવસ-રાત ખડેપગે રહીને દર્દીઓની સારવાર કરતા શહેર-જિલ્લાના નવી સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કાર્ય કરતા ડોકટરશ્રીઓ, પેરામેડીકલ સ્ટાફ, આશાવર્કરો, લેબટેકનિશીયનો મળી કુલ ૨૨ કોરોના વોરિયર્સોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ અવસરે ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામના PHCના મેડિકલ ઓફિસર ડો. રાજેશ ગુર્જર, ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ગામના PHCના લેબ ટેકનીશીયન તરીકે કામ કરતા શ્રીમતિ ક્રિશ્નાબેન ચાવડા, મહુવા તાલુકાના વહેવલ ગામના PHCના આશા વર્કર શીલાબેન પટેલ, ચોર્યાસી તાલુકાના કુંભારીયા ગામના રહેવાસી અને કોરોના પેશન્ટ શ્રી રીટાબેન જોષી, સુરત સીટીમાં ૧૦૮ના ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન શ્રી રાકેશ કુમાર ડુમારાલીયાને સન્માનિત કરાયા હતા.સુરત ગ્રામ્યમાં વાંકલના ૧૦૮ના પાયલોટ શ્રી સંદિપભાઈ ચૌધરી, પશુઓ માટેની એમબ્યુલન્સ ૧૯૬૨ના પાયલોટ તરીકે કામ કરતા શ્રી રિતેશભાઈ પટેલ, માંડવીમાં મેડિકલ હેલ્થ યુનીટના પેરામેડિકલ સ્ટાફમાં કામ કરતા શ્રી રાકેશકુમાર પરમાર, ઓલપાડમાં મેડિકલ હેલ્થ યુનીટના મેડિકલ ઓફિસર ડો.રાકેશ સંગાડાનું સન્માન કરાયું હતું.સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ વિભાગના અસોસીયેટ પ્રોફેસર ડો.અમિત ગામીત, મેડિકલ ફેફસા વિભાગના નિવાસી ડો. રોબિન પટેલ, નર્સ ચેપ નિવારણ કેન્દ્રમાં કામ કરતા ગણપતભાઈ પટેલ, ટેકનિશિયન પુષ્પાબેન પટેલ, કર્મયોગી હિરેનભાઈ ચૌહાણને સન્માનિત કરાયા હતા.જયારે સુરત મહાનગરપાલીકાના ઈસ્ટ ઝોન-બીમાં આર.સી.એચના મેડિકલ ઓફિસર ડો.દ્રુપલ કપોપરા, એસ.એમ.સીના લેબોરેટરી ટેક્નિશીયન દિવ્યા ચૌહાણ, આર.સી.એચના એ.એન.એમ પ્રિયંકા વોરા, એસ.એમ.સીના સફાઈ કામદારશ્રી મુકેશ સોલંકી, એસ.એમ.સીના એસ.આઈશ્રી અર્શદ મીરઝા, ઓ.હી.નાઝર આયુર્વેદ મહાવિદ્યાલય સુરતના આસીસ્ટન્ટ પ્રોફેસર રોગ નિદાનશ્રી વૈદ્ય તેજસ એન. ગાંધી, ઉન અર્બન હેલ્થ સેન્ટરના લેબ ટેકનીશયનશ્રી બંસરી દેસાઈ અને અલથાણ ભટાર યુનિટના લેબ ટેકનીશયનશ્રી મેહુલ એમ.પટેલને કોરોના મહામારીમાં પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500