તાપી જીલ્લાના નિઝરમાં 2 અને વ્યારા માં 1 કેસ મળી આજરોજ કોરોના પોઝીટીવ ના 3 કેસ સામે આવ્યા છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.9-જાન્યુઆરી નારોજ નિઝરમાં 35 વર્ષીય પુરુષ અને 29 વર્ષીય મહિલા અને વ્યારાની તોરણ રેસીડેન્સી માં 38 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 873 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 820 દર્દીઓ સાજા થયા છે, કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 325 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 13 કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500