વલસાડ જિલ્લાનાં ઉમરગામ જી.આઈ.ડી.સી. થર્ડ ફેઝમાં આવેલી યુ.એસ. કોપર નામની કંપનીમાંથી કોપરના પાઈપનાં બંડલ જેની કિંમત રૂપિયા ૫,૭૫,૨૮૨/-ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના કંપનીના CCTV કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ, ઉમરગામનાં જી.આઈ.ડી.સી. થર્ડ ફેસ ૧૬ નંબર રોડ શેડ નંબર C-૦૧- B/૧૬૦૭માં યુ.એસ. કોપર નામની કંપની આવેલી છે. જેના માલિક પ્રવીણભાઈ ભવરલાલ કાનુંગો તારીખ ૨૦ નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ઈલેક્શનની રજા હોય, તેમના મુંબઈના ઘરે ગયા હતા.
ત્યારે બીજા દિવસે સવારે કંપનીમાં કામ કરતા સુદર્શને ફોન કરીને પ્રવીણભાઈને જણાવ્યું હતુ કે, તેમની કંપનીમાં રાત્રી દરમિયાન ચોરી થઈ છે. આ વાત જાણી પ્રવીણભાઈ મુંબઈથી તાત્કાલિક નીકળી બપોરના સમયે ઉમરગામ ખાતે આવી પહોંચ્યા હતા. દરમિયાનમાં કંપનીમાં ચોરી થયાનું જણાતા કંપનીમાં લગાડેલા CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. CCTV ફુટેજમાં ત્રણથી ચાર અજાણ્યા ઈસમો કંપનીની બારીની ગ્રીલ તોડી કંપનીની અંદર પ્રવેશ કરી ચોરી કરતા નજરે પડયા હતા. ત્યારબાદ કંપનીમાં મટીરીયલની તપાસ કરતા કોપરના પાઇ ૫ બંડલ નંગ ૪ જેનું વજન ૨૦૬ કિલો ૬૦૦ ગ્રામ, કોપરના પાઇપ નંગ ૨૪ જેનું વજન વજન ૪૭૨ કિલો ૬૦૦ ગ્રામ મળી કુલ ૬૭૯ કિલોનાં મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૫,૭૫,૨૮૨/-ની ચોરી થઈ હતી. આ ઘટનાની જાણ પ્રવીણભાઈ કાનુંગોએ ઉમરગામ પોલીસ મથકમાં કરતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500