મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરની કચેરીના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીની કચેરી, જિલ્લા પંચાયત આહવા દ્વારા નવી નિમણુંક પામેલ ૨૫ જેટલી આંગણવાડી તેડાગર બહેનોને તારીખ ૧૮ અને ૧૯ જુલાઇના રોજ, રસોઇ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આંગણવાડી તેડાગર બહેનોને આંગણવાડીમાં બનાવવામાં આવતો મેનુ મુજબનો નાસ્તો, ઉપરાંત લાભાર્થીઓને રોજીદા ઉપયોગ અર્થે ઘરે આપવામાં આવતા THR ટેક હોમ રાશનના પેકેટ (બાલ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિ) માંથી વિવિધ વાનગીઓ બનાવવાની રીત શીખવાડવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકો, માતાઓ, કિશોરીઓને પુરક પોષણ પૂરું પાડવા અને કુપોષણ દૂર કરવાના ઝુંબેશના ભાગરૂપે આંગણવાડી બહેનોને કુકિંગ મેથડ, ન્યુટ્રીશન વેલ્યુ જળવાઈ રહે અને મેનુ મુજબના પ્રમાણમાં ખાદ્ય સામગ્રીનો વપરાશ કરી પૌષ્ટિક, સ્વાદિષ્ટ વાનગી સમય મર્યાદામાં તૈયાર કરી લાભાર્થીને જમાડવા તથા લાભાર્થીઓની કેલરી પ્રોટિનની માત્રા જળવાઈ રહે તે માટેનો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500