ડાંગ જિલ્લામાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિરે એ બિરસા મુંડા અને બાબાસાહેબ આંબેડકરની તસવીરને પોતાના પગ પાસે મૂકી ફોટો સોસીયલ મિડિયામાં વાયરલ કરતા આદિવાસી સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા ડાંગ ભાજપના એક કાર્યક્રમમાં બાબાસાહેબ આંબેડકરની તસ્વીરને ટેબલ ઉપર આડી મુકવાના મુદ્દે ડાંગ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ મહેશભાઈ આહિરે એ સોસીયલ મીડિયામાં સંદેશો વાયરલ કરી બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાની રાવ કરી વિવાદ સર્જાયો હતો. જેની હજી સાહિ સુકાઈ નથી ત્યાં ખુદ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ મહેશભાઈ આહિરે બાબાસાહેબ આંબેડકર, બિરસા મુંડા, અને દેવ મોગરા માતાની તસ્વીર પોતાના પગ પાસે મૂકી ફોટા સોસીયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
તેવા સંજોગોમાં હવે ખુદ બીએસપીના પ્રમુખ મહેશભાઈ આહિરે વિવાદમાં સપડાયા છે. તેઓ પોતે એક જાહેર કાર્યક્રમમાં બિરસા મુંડા, બાબાસાહેબ આંબેડકર, દેવમોગરા માતાની તસ્વીરને પગ પાસે મૂકી પોતે પણ આદિવાસી ઘડવૈયાનું અપમાન કરતા આદિવાસી સમાજ રોષે ભરાયા છે. તેમની સામે કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500