Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિવાદોમાં સંપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેના પરિવારની વધી મુશ્કેલી: પૂણે પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકરની ધરપકડ કરી

  • July 18, 2024 

વિવાદોમાં સંપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પૂણે પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકરની ધરપકડ કરી લીધી છે. ગેરકાયદે હથિયારો રાખવાના આરોપમાં મનોરમાની રાયગઢ જિલ્લાના મહાડથી ધરપકડ કરી હતી. મનોરમા પર ખેડૂતને ધમકાવવાનો આરોપ છે. પૂણે ગ્રામીણ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ મનોરમાનો સરકારી અધિકારીને ધમકાવતો વીડિયો પણ વાયરલ થયો હતો. છેલ્લાં ઘણા દિવસોથી તે ફરાર હતી. ઉલ્લેખનીય છે કે, વિવાદિત અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરનો એક વીડિયો વાયરલ થયો હતો.


જેમાં તે એક જમીન વિવાદ મામલે બંદૂક સાથે અમુક લોકોને ધમકાવી રહી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત સાત લોકો સામે એફ.આઈ.આર. નોંધી હતી. મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) IAS અધિકારી છે. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બેચની અધિકારી છે અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષામાં દેશભરમાં 841મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે.


વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા. પૂનામાં કાર્યરત હતી ત્યારે પૂજાએ પોતાના માટે અલગ ઓફિસ અને અલગ કારની માંગ કરી હતી. ઓફિસ ન મળતાં એણે પરવાનગી વિના જ એડિશનલ કલેક્ટરની ઓફિસ પર કબજો જમાવી લીધો હતો અને ઓફિસનું ફર્નિચર પણ પોતાની પસંદ મુજબ બદલાવી દીધું હતું. એ પોતાની અંગત કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, અંગત લાભ માટે વાહનો પર લાલ બત્તીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. દેશના વડાપ્રધાનને સુદ્ધાં એમની ગાડી પર લાલ બત્તી લગાવવાની છૂટ નથી હોતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર વગેરે આપાતકાલીન (ઇમરજન્સી) વાહનોને જ લાલ બત્તી વાપરવાની છૂટ હોય છે. લાલ બત્તી ઉપરાંત પૂજાએ પોતાની ઓડી સિડાન કાર પર વીઆઈપી નંબર પ્લેટ અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ લગાડેલું હતું. એ જ કાર ભૂતકાળમાં એકથી વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ ડંડાઈ ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News