Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જળાભિષેક કરવા માટે પહેલા રૂ.351 ની પહોંચ ફડાવવી પડશે, સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરને લઈને વિવાદ છેડાયો,નાયબ કલેકટરના નિર્ણય સામે લોકોમાં રોષ

  • December 19, 2022 

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે પહેલા રૂ.351 ની પહોંચ ફડાવવી પડશે તેવો નિર્ણય જસદણ નાયબ કલેકટર દ્વારા હુકમ કરવામાં આવતા તેની સામે ભાવિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.મંદિરની આવક વધારવા માટે આવી રીતે જળાભિષેક કરવા માટે ચાર્જ લેવામાં આવશે તો ધર્મનો નાશ થઈ જશે તેવી ભાવિકોમાં ચર્ચાઓ જાગી હતી તેમજ આ ચાર્જ લેવાથી શ્રીમંત વ્યક્તિ હશે તે મંદિરમાં પ્રવેશ કરી શકશે અને ગરીબ વ્યક્તિ હશે તે પ્રવેશ નહી કરી શકે તેવા ભાવિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતો.






જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. જેના કારણે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને ઘેલા સોમનાથ દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. પરંતુ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘરની ધોરાજી ચલાવી ભાવિકોની લાગણી દુભાવવા માટે ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવાના રૂ.351 ચુકવવાનું બોર્ડ લગાવવામાં આવતા શિવભકતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો જસદણના નાયબ કલેકટર દ્વારા તેમણે કરેલ નિર્ણય પરત ખેંચવામાં નહી આવે તો ભાવિકો દ્વારા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા તંત્ર ભારે મુંજવણમાં મુકાઈ ગયું હતું.



આ નિર્ણયને લોકોએ ધર્મ વિરોધી ગણાવવામાં આવ્યો છે કારણ કે નાનામાં નાનો કોઈ માણસ ચાલીને દાદાના દર્શને આવતા હોય છે અને તેમને આસ્થા હોય છે કે દાદા અમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે. જે માણસ ચાલીને દાદાના દર્શને આવતા હોય તેની પાસે પાંચ રૂપિયા પણ ન હોય અને તેની પાસેથી ઘેલા સોમનાથ દાદાને જળાભિષેક કરવાના રૂ.351 વસુલ કરવામાં આવે તો તે નિરાશ થઈને પાછા જાય. જો આવી રીતે કરવામાં આવશે તો ધર્મનો નાશ થઈ જશે. ખરેખર અત્યાર સુધીમાં આવો કોઈ રૂપિયો લેવામાં આવતો ન હતો અને કોઈ અધિકારી આવીને કમિટીની સહમતી લીધા વગર પોતાની રીતે મનસ્વી નિર્ણય લીધો છે તે સાવ ખોટો છે. અમે આ અંગે ઉપર સુધી અમે રજૂઆત કરીશું અને છતાં કોઈ નિર્ણય નહી આવે તો અમે ઉપવાસ આંદોલન કરીશું.




અત્યારે આવું સાંભળતા જ અમને આંચકો લાગ્યો છે. મંદિરની આવક વધારવા માટે ભાવિકોની લાગણી દુભવવી તે વ્યાજબી ન કહેવાય. ભાવિકો પાસેથી રૂ.351 લઈને જળાભિષેક કરવાનું અમે અત્યાર સુધીમાં ક્યારેય સાંભળ્યું પણ નથી. ધર્મના નિયમનુંઆમાં એક-બે જણાને વાંધો છે કે કેમ તમે જળાભિષેકમાં રૂ.351 ટ્રસ્ટમાં જમા કરાવો છો. ખરા અર્થમાં એવું છે કે અત્યાર સુધી આ મંદિરે કોઈ પ્રસાદી કે કાઈ દેતા ન હતા. 




અમે છેલ્લા એકાદ મહિનાથી કોઈપણ દર્શન કરવા માટે આવે તે બધાને અમે પ્રસાદી આપીએ છીએ. મંદિરની સાફ-સફાઈમાં અમે બધું કરાવ્યું અને ગાર્ડનમાં લોન વગેરે બધું સારું કરાવ્યું. જે લોકો ત્યાં પડ્યા-પાથર્યા રહેતા હતા તેમની પાસેથી અમે રૂમની ચાવીઓ લેવડાવી લીધી તે બધું એમને ન ગમે એટલે તેઓ વિરોધ કરતા હશે. આ દેવાધિદેવ મહાદેવનું મંદિર છે. એમાં કોઈ એક-બે જણાનો ઈજારો નથી કે એને જળાભિષેક કરવાનો અને સામાન્ય લોકોને નહી કરવાનો. બધાને જળાભિષેક કરવાનો હોય છે. આ જે રકમ નક્કી કરવામાં આવી છે તે સામાન્ય લોકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવી છે. વેરાવળ સોમનાથ મંદિર છે ત્યાં કોઈપણને પૂજા કરવી હોય તો ડોનેશન આપવું.



અહિયાં જે ડોનેશન આવશે તે મંદિરે આવતા યાત્રિકોની સુવિધા માટે જ વપરાવાનું છે. એ સરકાર સંચાલિત મંદિર છે અને યાત્રિકોની સુવિધા માટે અમે આ બધું કરતા હોઈએ છીએ. હું આ મંદિરનો ઉપાધ્યક્ષ અને નાયબ કલેકટર છું અને મારે જ બધા નિર્ણયો કરવાના હોય છે. એટલે ઉપાધ્યક્ષ તરીકે મેં જ આ નિર્ણય લીધેલો છે. પાલન કરવું જરૂરી બને છે. પણ આ ધર્મની વિરુદ્ધનું કાર્ય ગણી શકાય. ખરેખર આવો નિર્ણય ગેરવ્યાજબી છે અને હિન્દુ ધર્મને ઠેસ પહોંચે તેવું કાર્ય કરવામાં આવ્યું છે. બીજા ધર્મમાં આવું ક્યાંય થતું નથી માત્ર હિન્દુ ધર્મમાં જ કેમ આવું થાય છે તે વિચારવાની ખાસ જરૂર છે. જેથી પરંપરા મુજબ અગાઉ જેમ ચાલતું હતું તેમ ચાલવા દેવું તેવી અમારી માંગ છે. તેવું કહી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application