પાટણના એક દર્દી મંજુલાબેન ઠકકરને વીમા પોલીસીનો ક્લેમ નામંજુર કરતાં તેમના પતિ જયંતિ ઠક્કર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન,પાટણ કોર્ટમાં દાદ માંગી હતી. જે અંગે અરજદારે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્ટાર ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી ગોલ્ડની મેડીકલ પોલિસી લીધી હતી.
પરિવારના 5 લાખના વીમા માટે અરજદારે 19,587 રૂપિયાનું પ્રિમિયમ ભર્યું હતું. અરજદારના પત્ની બીમાર થતાં પાટણની રીયા હાર્ટ એન્ડ મેડીકલ હોસ્પિટલના ડો. હમીદ યુ. મનસુરીની હોસ્પિટલમાં 22-1-2021થી 27- 1-2021 સુધી દાખલ થયા હતા. તેનો ખર્ચ 97 હજાર 880 રૂપિયા થયા હતા. જે સારવારના ખર્ચ સામે વીમા કંપનીમાં કલેમ કર્યો હતો પણ વીમા કંપનીએ જાત- જાતના બહાના કાઢી ક્લેમ નામંજુર કર્યો હતો.
જે સામે અરજદારે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈમેન્ટ કંપની સામે પાટણના એડવોકેટ દર્શક ત્રિવેદી દ્વારા ગ્રાહક સુરક્ષા કમિશન, પાટણમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસની સુનાવણી થતાં અરજદારના એડવોકેટ દર્શક ત્રિવેદી દ્વારા દલીલો કરી અરજદારને ન્યાય અપાવવા લેખિત તેમજ મૌખિક દલીલો કરી હતી.
કોર્ટે તેમની દલીલો માન્ય રાખી કંપનીને અરજદારને ક્લેમની રકમ, વ્યાજ સહિતની રકમ ચુકવવા આદેશ આપ્યા છે. જે અન્વયે અરજદારને જીલ્લા ગ્રાહક તકરારના કમિશન. પ્રમુખ, એન.પી. ચૌધરીએ વીમા કંપનીને 97880 રૂપિયા + 9% વ્યાજ + ખર્ચના 5 હજાર રૂપિયા + 3 હજાર માનસિક ત્રાસની રકમ ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500