Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટ ‘અમૃત’ અંતર્ગત દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લાની 19 નગરપાલિકાઓમાં આશરે રૂ.1430 કરોડમાં 133 વિકાસ કામો, 7 અમૃત સરોવરોનું નિર્માણ

  • May 25, 2023 

શહેરી વિસ્તારોમાં જન સુવિધાઓ તેમજ માળખાગત સુવિધાઓના વિસ્તારથી નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય છે. આ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરતની પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, સાઉથ ઝોન દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે. સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી અને વલસાડ એમ 6 જિલ્લાઓની 19 નગરપાલિકાઓ દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પ્રોજેક્ટોના અમલીકરણ દ્વારા રોડ-રસ્તા, વીજળી, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, બાગ-બગીચા, કોમર્શિયલ/સ્પોર્ટ્સ બિલ્ડિંગ વગેરે જેવા અનેક આંતરમાળખાકીય સુવિધાઓ વધારતા વિકાસકાર્યો કરવામાં આવે છે.






જે અંગે પ્રાદેશિક કમિશનર (નગરપાલિકાઓ) ડી.ડી.કાપડીયાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવેલ નગરપાલિકા વિસ્તારોમાં થયેલા વિકાસના કામો અને આયોજન અંગે આ પ્રમાણે વિસ્તૃત જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારની ‘અમૃત’ યોજના અંતર્ગત રૂ.૧૪૩૦ કરોડમાં ૧૩૩ વિકાસ કામો, કેન્દ્ર સરકારનો ઉપક્રમ ‘અમૃત’ (અટલ મિશન ફોર રિજ્યુમિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) યોજના અંતર્ગત સાઉથ ઝોન,સુરતમાં સમાવિષ્ટ ૧૯ નગરપાલિકાઓમાં ‘અમૃત ૧.૦’ હેઠળ રૂ.૪૩૮.૯૩ કરોડ ખર્ચના ૪૯ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.૨૧૦.૭૧ કરોડના ૪૦ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, અને રૂ.૨૦૭.૦૫ કરોડના ૦૯ પ્રોજેક્ટો હાલ કાર્યરત છે.






એવી જ રીતે કેન્દ્ર સરકારના ‘અમૃત ૨.૦’ હેઠળ રૂ.૯૯૧.૦૮ કરોડના ૮૪ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.૯.૪૬ કરોડના ૦૭ પ્રોજેક્ટો હાલ પ્રગતિ હેઠળ કાર્યરત છે. જેમાં વોટર સપ્લાય, સુએજ-સેપટેજ, પાર્ક્સ, વૉટર બોડી કાયાકલ્પ તેમજ અમૃત સરોવરોના નિર્માણના કાર્યોનો સમાવેશ થાય છે. જે પૈકી ગણદેવી, નવસારી(૨), વલસાડ,અંકલેશ્વર, ભરૂચ અને આમોદમાં કુલ મળી ૭ અમૃત સરોવરો તૈયાર થનાર છે. SBM (સ્વછ ભારત મિશન) યોજના: ભારત સરકારની SBM (સ્વછ ભારત મિશન) યોજના અંતર્ગત રૂ.૧૫.૨૮ કરોડનાં ૧૦ પ્રોજેક્ટ પૈકી ૧૧.૭૯ કરોડના ૦૨ પ્રોજેક્ટ પુર્ણ થયા છે. તથા ૩.૦૫ કરોડના ૦૮ પ્રોજેકટો હાલ પ્રગતિ હેઠળ છે. આ યોજના અન્વયે ઘ્યાન કચરા નિકાલ અને ડોર ટુ ડોર કલેક્શનનો સમાવેશ થાય છે.






સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળના રૂ.૪૭૨.૭૪ કરોડના કાર્યો: પ્રાદેશિક ન.પા. કમિશનરશ્રી ડી.ડી.કાપડીયાએ વધુમાં ઉમેર્યું કે, રસ્તા, પીવાના પાણી, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, પાર્ક, ગાર્ડન, સ્પોર્ટ્સ સંકૂલ તેમજ ઓફિસ બિલ્ડિંગને સમાવતી આ યોજના હેઠળ કુલ રૂ.૪૭૨.૭૪ કરોડના ૮૮૯ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રૂ.૬૯.૪૯ કરોડના ૪૧૬ પ્રોજેક્ટો પુર્ણ થયા છે. તથા રૂ.૪૦૩.૨૫ કરોડના ૪૭૩ પ્રોજેકટો કાર્યરત છે. આ યોજનામાં નાગરિક સુવિધા કેન્દ્રો(સિવિક સેન્ટરો)નો પણ સમાવેશ કરવામાં આવે છે. રોડ રિસર્ફેસિંગ ગ્રાન્ટ અન્વયે ૧૩૧ પ્રોજેક્ટ રાજ્ય સરકારની રોડ રિસર્ફેસિંગ યોજના અન્વયે કુલ રૂ.૩૧.૪૭ કરોડની ગ્રાન્ટ હેઠળ ૧૩૧ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.






જે પૈકી ૨૭.૪૩ કરોડના ૧૧૬ પ્રોજેક્ટ પુર્ણ અને રૂ.૪.૦૪ કરોડના ૧૫ પ્રોજેકટો હાલ પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકારની ‘આગવી ઓળખ’ યોજના: ગુજરાત સરકારની ‘આગવી ઓળખ’ ગ્રાન્ટ અન્વયે જંબુસર, ભરૂચ, અંકલેશ્વર અને માંડવીની ૦૪ નગરપાલિકાઓમાં કુલ રૂ. ૧૬.૭૭ કરોડના અનુદાનથી ૦૪ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી ૦૪ કરોડનો ૧ પ્રોજેક્ટ પુર્ણ થયો છે, તથા ૧૨.૭૬ કરોડના ૦૩ પ્રોજેકટો હાલ પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત રૂ.૨૪.૫૧ કરોડની ગ્રાન્ટ હેઠળના ૫૯ પ્રોજેક્ટ, મનોરંજન કરની રૂ. ૬.૦૪ કરોડની ગ્રાન્ટમાં ૨૬ પ્રોજેક્ટ મંજૂર થયા છે. રાજ્ય સરકારના ૧૪માં અને ૧૫માં નાણાપંચની ઝાંખી આપતા કમિશનરશ્રીએ જણાવ્યું કે, ૧૪ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ.૨૩૧.૫૨ કરોડના ૪૧૭ પ્રોજેક્ટ અને ૧૫માં નાણાંપંચ માટે રૂ.૧૩૪.૦૬ કરોડના હેઠળ ૪૭૦ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application