Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suspended : દારૂનાં નશામાં બબાલ કરનાર અમરેલીના કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો

  • July 28, 2024 

કુખ્યાત બુટલેગર ધીરેન કારીયા અમરેલીની જેલમાં હતો જેને ગાંધીનગર કોર્ટમાં મુદ્દત હોવાથી ખાનગી વાહનમાં લઈ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અમરેલી આવવાને બદલે પોલીસ કોન્સ્ટેબલ સીધા જૂનાગઢ લઈ ગયા હતા અને ત્યાં નોનવેજની હોટલનાં સંચાલક સાથે જમતી વખતે દારૂનાં નશામાં બબાલ કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જેની ગંભીરતા સમજી અમરેલી જિલ્લા પોલીસવડા દ્વારા જૂનાગઢ પોલીસના રીપોર્ટના આધારે એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.


જ્યારે જૂનાગઢ પોલીસ દ્વારા તેની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરિણામે બુટલેગરને અમરેલી પરત લઈ આવવાને બદલે બને કોન્સ્ટેબલ જૂનાગઢ લઈ ગયા હોવાનો ભાંડો ફૂટયો હતો. આ ઘટનામાં જૂનાગઢ પોલીસે તપાસનો રીપોર્ટ સોંપ્યા બાદ અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહે બુટલેગરને લઈ જનારા પોલીસ હેડક્વાર્ટરના કોન્સ્ટેબલ રણજીત નાનજીભાઈ વાઘેલાને સસ્પેન્ડ કરી દીધો હતો. જયારે અન્ય કોન્સ્ટેબલ નીતિન ઘુસાભાઈ બાંભણીયા સામે હાલ ખાતાકીય તપાસ ચાલુ હોવાથી બાદમાં પગલા લેવામાં આવશે, તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.


બીજી તરફ જૂનાગઢ પોલીસે પણ કાર્યવાહી આગળ ધપાવીને ગત તા.24ના રાત્રે અમરેલીનાં પોલીસ કર્મી રણજીત વાઘેલાએ ચિતાખાના ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં નશો કરેલી હાલતમાં બબાલ કરી હતી, જે અંગે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેનાં આધારે આજે અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી રણજીત વાઘેલાની અટકાયત કરી હતી. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે અમરેલીના પોલીસ કર્મી રણજીત વાઘેલાને પકડી દારૂ ક્યાંથી આવ્યો એ અંગે પૂછપરછ કરવામાં આવશે. હજુ આ પ્રકરણમાં આરોપીની સંખ્યા વધે એવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News